વિદ્યાર્થીનીઓ માટે ઉચ્ચ શિક્ષણ સહાય યોજના | Shikshan Sahay Yojana

વિદ્યાર્થીનીઓ માટે ઉચ્ચ શિક્ષણ સહાય યોજના | Shikshan Sahay Yojana

અમુક ગરીબ વર્ગની વિદ્યાર્થીનો એવી હોય છે જેઓ ભણવામાં તો અત્યંત તેજસ્વી હોય છે. પરંતુ ઉચ્ચ શિક્ષણ લેવા કે આગળનો અભ્યાસ કરવા માટે તેની પાસે યોગ્ય નાણાં ઉપલબ્ધ હોતા નથી.

આવી મહિલા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ સહાય યોજના બનાવવામાં આવી છે. જે હેઠળ લાભાર્થીને આગળના અભ્યાસ માટે સરકાર તરફથી સ્કોલરશીપ ફાળવવામાં આવે છે.

ઉચ્ચ શિક્ષણ સહાય યોજના

આપણી સરકાર સમય સમયના અંતરે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ બનાવતી રહે છે. તેમાંથી જ એક છે ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થી સહાય યોજના.

આમાં વ્યવસાયિક ટેકનિકલ પ્રકારના દરેક અભ્યાસ ક્રમોને પણ આવરી લેવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે વિદ્યાર્થી કોઈ પણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતો હોય તો તેમાં સહાય મળી શકે છે.

આ સિવાય સરકાર માન્ય કોલેજોમાં ભણતા આવા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ ફાયદો મળી શકે છે. અનુસૂચિત જાતિ તથા જનજાતિની મહિલા વિદ્યાર્થીઓને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.

ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થી સહાય યોજનાની પુરી માહિતી

જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માટે ઇચ્છુક તો આના વિશે જાણકારી અવશ્ય લેવી. આ અંગેની માહિતી અમે નીચે ટેબલ સ્વરૂપે પ્રસ્તુત કરી છે. જેનાથી સરળ શબ્દોમાં આના વિશે વધુ માહિતી મળી રહે.

વિગતમાહિતી
યોજનાનું નામબાલિકા ઉચ્ચ શિક્ષણ યોજના
લક્ષ્યાંક વર્ગકન્યાઓ/છોકરીઓ
શૈક્ષણિક લાયકાતધોરણ 12 પાસ
કુટુંબની વાર્ષિક આવક₹2.50 લાખ સુધી
લાભનો પ્રકારશિષ્યવૃત્તિ
અરજી કરવાની રીતઓનલાઈન
જરૂરી દસ્તાવેજો• આધાર કાર્ડ
• બેંક પાસબુક
• જાતિનું પ્રમાણપત્ર
• આવકનું પ્રમાણપત્ર
• રેશન કાર્ડ
• શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
• માર્કશીટ
યોજનાના મુખ્ય લાભ• શિક્ષણ ફી
• પરીક્ષા ફી
• પુસ્તકો માટે સહાય
• હોસ્ટેલ ફી (જો લાગુ પડે તો)
શિષ્યવૃત્તિની રકમ• ડિગ્રી કોર્સ માટે: ₹20,000 પ્રતિ વર્ષ
• ડિપ્લોમા કોર્સ માટે: ₹15,000 પ્રતિ વર્ષ
પાત્રતાના માપદંડ• ગુજરાતની રહેવાસી હોવી જોઈએ
• ધોરણ 12માં ઓછામાં ઓછા 60% માર્ક્સ
• માન્ય સંસ્થામાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ
અરજી કરવાની પ્રક્રિયા1. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જાઓ
2. નવું રજિસ્ટ્રેશન કરો
3. જરૂરી વિગતો ભરો
4. દસ્તાવેજો અપલોડ કરો
5. ફોર્મ સબમિટ કરો
મહત્વના નિયમો• કોર્સ દરમિયાન 75% હાજરી જરૂરી
• નિયમિત પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવું જરૂરી
• એક વખત નાપાસ થયા બાદ લાભ બંધ થશે
સંપર્ક• હેલ્પલાઈન: 1800-XXX-XXXX
• ઈમેલ: helpdesk@digitalgujarat.gov.in
વેબસાઇટwww.digitalgujarat.gov.in

ઉચ્ચ શિક્ષણ યોજનાનો મુખ્ય હેતુ

સરકારી છાત્રાલય, કોલેજ, કોર્સ કે અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓમાં શિક્ષણ અંગેની જાગૃતિ લાવવાનો છે.

સમાજ તથા સામાન્ય નાગરિકો દ્વારા આ યોજનાને ખુબ જ પસંદ કરવામાં આવી છે. ખાસ કરીને ગરીબ વર્ગની મહિલાઓને આના દ્વારા વધુ શિક્ષણ માટે પ્રોત્સાહન મળતું રહે છે.

મહિલા ઉચ્ચ શિક્ષણ યોજના માટેની પાત્રતા

આ તમામ યોગ્યતાના માપદંડો ધરાવતી મહિલા વિદ્યાર્થીનીઓને આ યોજનામાં અરજી કરી શકે છે. યોજના અંગેના તમામ પાત્રતા માપદંડોની જાણકારી નીચે પ્રમાણે છે.

  • અરજદાર ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ. આ માટે રેશનકાર્ડ અથવા ડોમિસાઈલ સર્ટિફિકેટ જરૂરી છે.
  • અરજી કરનાર ફક્ત કન્યા/છોકરી જ હોવી જોઈએ. આ યોજના માત્ર બાલિકાઓ માટે જ છે.
  • તેની ઉંમર 18 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • ધોરણ 12ની પરીક્ષામાં ઓછામાં ઓછા 60% માર્ક્સ મેળવેલા હોવા જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક ₹2.50 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર મહિલાએ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
  • કોઈ અન્ય સરકારી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેતા ન હોવા જોઈએ.
  • અરજદાર પરણિત હોય તો પણ અરજી કરી શકે છે.

ઉચ્ચ શિક્ષણ સહાય યોજના માટેના દસ્તાવેજો

આ દસ્તાવેજોના આધાર પર જ અરજદાર પોતાની અરજી પ્રક્રિયાને આગળ વધારી શકતો હોય છે. યોજનાની અરજી માટે નીચે દર્શાવેલા ડોક્યુમેન્ટ્સને એકઠા કરી લો.

  • આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ
  • બાલિકાનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બાલિકાની સહી કરેલ સ્વઘોષણાપત્ર
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ (બાલિકાના નામની)
  • ગુજરાત રાજ્યનું ડોમિસાઈલ સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની સ્વપ્રમાણિત નકલ
  • ચૂંટણી કાર્ડની નકલ (જો હોય તો)
  • ધોરણ 12ની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
  • કોલેજ/સંસ્થામાં પ્રવેશ મેળવ્યાનો પુરાવો
  • ફી ભર્યાની રસીદ
  • કુટુંબનું આવકનું પ્રમાણપત્ર (તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપેલ)
  • જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • વિકલાંગતાનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

યોજના અંગેની મહત્વની જાણકારી

અમુક ચોક્કસ યોગ્યતા માપદંડો વાળા વિદ્યાર્થી મિત્રો આ યોજના માટે યોગ્ય ગણાય છે. જેટલા પણ લોકો આ યોજના સાથે જોડાવા માંગે છે તેઓ પાસે અહીં દર્શાવવામાં આવેલા દસ્તાવેજોની હાજરી હોવી અનિવાર્ય છે.

સામાન્ય રીતે તો નીચલા વર્ગના અથવા પછાત જાતિના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. પરંતુ આની સાથે સાથે અમુક અન્ય પણ પાત્રતા માપદંડો જોવા મળતા હોય છે.

સામાન્ય રીતે સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મફતમાં મળતું હોય છે. પરંતુ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમુક નાણાકીય રકમની જરૂરિયાત ઉભી થતી હોય છે. જો કે દરેક લોકો આને પુરી કરવા માટે સક્ષમ હોતા નથી.

ઉચ્ચસ્તરીય શિક્ષણ યોજનાની અરજી પ્રક્રિયા

અત્યાધિક મહિલાઓ આ પોસ્ટની અરજી કરવા માટે ઇચ્છુક હશે. પરંતુ તેઓ પાસે આમાં યોગ્ય રીતે અરજી કરવાની પ્રક્રિયા કેવી તેના વિશે પુરી સમજ હોતી નથી. તેથી અમુક વાર તેમની અરજી પણ સ્વીકારવામાં આવતી નથી.

આ માટે અમે સંપૂર્ણ અરજીની પ્રક્રિયાને અમારા શબ્દોમાં રજૂ કરી છે.

પૂર્વ-અરજી તૈયારી

  • યોજનાની વિસ્તૃત માહિતી એકત્ર કરવી
  • પાત્રતાની શરતો ચકાસવી
  • જરૂરી દસ્તાવેજોની યાદી તૈયાર કરવી
  • વાર્ષિક આવકની ચકાસણી કરવી

ઓનલાઇન અરજી પ્રક્રિયા

  • સરકારી શૈક્ષણિક પોર્ટલ પર જવું
  • નવી નોંધણી/લૉગિન કરવું
  • વ્યક્તિગત વિગતો ભરવી
  • શૈક્ષણિક વિગતો દાખલ કરવી
  • આવક સંબંધિત માહિતી ભરવી

દસ્તાવેજ અપલોડિંગ

  • આધાર કાર્ડની સ્કેન કૉપી
  • શૈક્ષણિક પ્રમાણપત્રો
  • આવક પ્રમાણપત્ર
  • બેંક ખાતા વિગતો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • રેશન કાર્ડ

અરજી સબમિટ કરવી

  • સમસ્ત વિગતો ચકાસવી
  • ડીક્લેરેશન પર વિદ્યાર્થી/વાલીની સહી
  • ઓનલાઇન ફોર્મ સબમિટ કરવું
  • ફોર્મની પ્રિન્ટ/સ્ક્રીનશૉટ સાચવી રાખવી

અરજી પછીની પ્રક્રિયા

  • અરજી સ્ટેટસ ઓનલાઇન ચકાસવો
  • વધારાની માહિતી/દસ્તાવેજ માટે સૂચના
  • મંજૂરી/નામંજૂરીની જાણ
  • લાભ વિતરણ

જરૂરી ટિપ્સ

ઉપર તમને યોજના લક્ષી દરેક પ્રકારની માહિતી સરળતાથી મળી રહેશે. પરંતુ અમારા તરફથી અમુક ચોક્કસ ટિપ્સ આપીને અમે તમારી સ્કીમ વિશેની માહિતીને વધુ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ.

તેથી અહીં દર્શાવેલી મહત્વની જાણકારી કે ટિપ્સને જરૂર ધ્યાનમાં રાખો.

  • સમયસર અને સંપૂર્ણ વિગતો ભરવી.
  • દસ્તાવેજોની ઝેરોક્સ/સ્કેન કૉપી સાચવી રાખવી.
  • નિયત સમયમર્યાદામાં અરજી કરવી.
  • વધારાની માહિતી માટે સ્થાનિક શિક્ષણ કચેરીનો સંપર્ક.

બાળકીઓ માટે મફત ગણવેશ સહાય યોજના

ઉચ્ચ શિક્ષણ સહાય યોજનાના મુખ્ય લાભ

શિક્ષણનું સ્તર સુધારવા તથા મહિલા અભ્યાસ કે તે અંગેની જાગૃતિ લાવવામાં આ પ્રકારની સરકાર દ્વારા ચાલતી સ્કીમ મદદરૂપ બને છે. આના દ્વારા લાભ મેળવેલ બાળકીઓનું જીવન સરળ અને સુખ પૂર્ણ બને છે.

ઉચ્ચ શિક્ષણને લગતી સહાય વિશેના તમામ ફાયદાઓની જાણકારી તમે નીચે મેળવી શકો છો.

(1) શિક્ષણ ફી માં મદદ પ્રાપ્ત થાય છે

ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમની આર્થિક પરિસ્થિતિ જોઈએ એટલી સારી હોતી નથી. આવા લોકો માટે ઉચ્ચ શિક્ષણ જેવી સ્કોલરશીપ યોજના ઘણી લાભકારી નીવડતી હોય છે. તેના થકી તે અભ્યાસ સરળતાથી મેળવી શકે છે.

સ્કીમ દ્વારા મેળવેલ નાણાકીય રકમ દ્વારા જે તે શાળા, કોલેજ કે છાત્રાલયની ફી ભરી શકો છો. ફી ભર્યા પછી તમે તમારો આગળનો અભ્યાસ સુદ્રઢ રીતે સુનિશ્ચિત કરી શકો છો. આના કારણે વિદ્યાર્થીઓનો આર્થિક બોજો ઓછો થાય છે.

(2) પરીક્ષા ફી માં રાહત મળે છે

શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે પરીક્ષા ફી આપવી પડતી હોય છે. જો કે અમુક સંજોગોમાં કન્યાઓ આ માટે નાણાં એકઠા કરવા માટે સક્ષમ થઇ શકતી નથી.

આના નિવારણ માટે ઉચ્ચ શિક્ષણ સહાયકારી યોજના ઉપયોગી બને છે. તેના દ્વારા મળતા નાણાંમાંથી પરીક્ષા ફી ભરીને તેમાંથી રાહત મેળવી શકો છો. અથવા તો જયારે પણ સ્કોલરશીપ આવે ત્યારે તેમાંથી આ પૈસા કપાવી પણ શકો છો.

(3) ચોપડીઓ માટે સહાય પુરી પાડે છે

આમ તો સરકારી સ્કૂલો કે છાત્રાલયોમાંથી સરળતા પૂર્વક ભણવાની ચોપડીઓ મળી રહે છે. પરંતુ અમુક શાળાઓમાં આવા પુસ્તકો મળતા નથી અથવા બહારથી લખવા માટે પણ ખરીદવા પડે છે, જેના ભાવ ખુબ જ વધારે હોય છે.

આમાં રાહત મળી રહે તે માટે સરકારી સહાયમાંથી અમુક રકમને તમે ચોપડાઓ અથવા પુસ્તકો ખરીદવામાં પણ વાપરી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ આના દ્વારા પુસ્તકો ખરીદીને પોતાની પરીક્ષા અંગેની તૈયારી પણ કરી શકે છે.

(4) હોસ્ટેલની ફી આના દ્વારા ભરી શકો છો

અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પોતાના ઘરથી દૂર છાત્રાલય કે હોસ્ટેલમાં વસવાટ કરીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરતા હોય છે. જો કે અમુક નિશ્ચિત સમય પર અહીં રહેવા અંગેનું ભાડા આપવું અથવા ચુકવણી કરવી પડતી હોય છે.

બધા વિદ્યાર્થીઓને આ ભાડું પોસાય તેવું હોતું નથી, અને તેને સારી સુખ સુવિધા વાળું રહેઠાણ પણ મળતું નથી હોતું. પણ આ યોજનાનો લાભ લેનાર આમાંથી અમુક સહાય રકમ હોસ્ટેલની ફી ભરવામાં પણ ખર્ચી શકે છે.

સવાલ જવાબ (FAQ)

અનેક યોજનાઓની જેમ જ આ મહિલા વિદ્યાર્થીની ઉચ્ચ શિક્ષણ સહાય યોજનાને લઈને પણ લોકોમાં અનેક પ્રશ્નો ઉદ્દભવે છે. તેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં નીચે આપવામાં આવ્યા છે.

(1) ઉચ્ચ શિક્ષણ સહાય યોજના શું છે તેની પુરી માહિતી આપો?

મહિલા વિદ્યાર્થીનીઓને ધ્યાનમાં રાખતા મહિલા અને બાળ અધિકારીતા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્કીમને ઉચ્ચ શિક્ષણ સહાય યોજના કહેવામાં આવે છે.

(2) મહિલા ઉચ્ચ શિક્ષણ સહાય યોજનાનો લાભ કોણ મેળવી શકે છે?

ફક્ત મહિલા વિદ્યાર્થીનીઓ કે જેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે ઇચ્છુક હોય અને તેઓ પાસે નાણાંનો અભાવ હોય, તેવી બાળકીઓ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય ગણાય છે.

(3) યોજના દ્વારા કેવી રીતે નાણાકીય સહાય આપવામાં આવે છે?

આ શૈક્ષણિક યોજના અંતર્ગત વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં રકમને સ્કોલરશીપ પેઠે આપવામાં આવે છે. જે હેઠળ એ પોતાના શિક્ષણને વધુ રાહત રૂપ બનાવી શકે.

(4) ધોરણ 12 માં કેટલા ટકા આવેલા હોય તો યોજનાનો લાભ મળી શકે?

ધોરણ 12 દરમિયાન ઓછામાં ઓછા 60 ટકા આવેલા હોય તો આ યોજનાનો લાભ લેવા માટે તમે સુયોગ્ય ગણાવ છો.

(5) કોઈ અન્ય કોર્સ કરવા માંગતા હોય તો પણ આ યોજનાની અરજી કરી શકાય છે?

હા, તમે સામાન્ય અભ્યાસ સિવાય કોઈ શૈક્ષણિક સંસ્થામાં કોર્સ કરવા માંગતા હોય તો પણ તમે સ્કોલરશીપ પેઠે યોજના માંથી નાના મેળવી શકો છો.

આશા કરુ છુ ઉચ્ચ શિક્ષણ સહાય યોજનાની પુરી જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવા વિનંતી.

We will be happy to hear your thoughts

Leave a reply

Vahali Dikri
Logo