અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના | Government Girls Yojana

અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના | Government Girls Yojana

દેશના લોકો હવે મહિલા ઉચ્ચ શિક્ષણને લઈને ઘણા જાગૃત થઇ ગયા છે. પરંતુ આજે પણ અમુક એવી પ્રજાતીયો જોવા મળે છે, કે જેઓ પોતાના ઘરની બહેનો કે દીકરીઓને અભ્યાસ અર્થે શાળાએ જવાની મંજૂરી આપતી નથી.

ખાસ કરીને આવા નબળા વર્ગને ધ્યાનમાં રાખતા આપણી સરકાર દ્વારા અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. જેના કારણે રાજ્યના નાના નાના ભાગમાં રહેતી કન્યાઓ પણ શિક્ષણ મેળવી શકે.

રાજ્યના દરેકે દરેકે ક્ષેત્રની કન્યાઓને શિક્ષણ મળે તો અહીંનો સાક્ષરતા આંક ખુબ જ ઝડપતી ઉપર જઈ શકે છે. આ વાત આપણા ગુજરાત રાજ્યના દરેક રહેવાસી માટે ગર્વની તથા વિકાસશીલ બાબત ગણાય છે.

અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના

આ ગુણકારી યોજના હેઠળ બાળાઓને રહેઠાણ, જમવા, રમત ગમત તથા, શિક્ષણ તથા અન્ય જરૂરિયાતને પૂર્ણ કરવામાં આવે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આ પ્રકારની શાળાઓ અસ્તિત્વમાં આવેલી છે.

જે મુખ્ય રીતે ગરીબ વર્ગની મહિલાઓ માટે આશીર્વાદ રૂપ કામગીરી બજાવે છે. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થિનીને બેન્ક ખાતું તથા અન્ય નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. સાથે જ તેને નવા વિશ્વથી પણ માહિતગાર બનાવાય છે.

અલ્પ સાક્ષરતા વાળા સમાજની બાળકીઓને ધ્યાનમાં રાખતા આ યોજના બની છે. કોઈ પણ શાળામાં અભ્યાસ કરીને તે ધોરણ 6 થી અહીં પ્રવેશ મેળવી શકે છે. તેણીને અહીં ધોરણ 10 સુધીના શિક્ષણની બધી જ સુવિધા મળે છે.

કન્યા નિવાસી શાળા યોજનાની પુરી માહિતી

ઘણા માતા પિતાઓ તથા કન્યા વિદ્યાર્થીઓ આ યોજનામાં અરજી કરવા માંગતા હશે. પણ એના પહેલા યોજના વિશેની મૂળભૂત તથા મુખ્ય માહિતી મેળવી લેવી જોઈએ. આ અંગેની પુરી જાણકારી નીચે ટેબલ સ્વરૂપે આપેલી છે.

વિગતમાહિતી
યોજનાનું નામઆલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના
લાભાર્થીઆદિજાતિ વિસ્તારની કન્યાઓ
ઉંમર મર્યાદા11 થી 14 વર્ષ
શૈક્ષણિક યોગ્યતાપ્રાથમિક શિક્ષણ
લાભ• નિ:શુલ્ક શિક્ષણ
• નિ:શુલ્ક રહેવાની સુવિધા
• નિ:શુલ્ક ભોજન
• નિ:શુલ્ક ગણવેશ
• શૈક્ષણિક સામગ્રી
• સ્વચ્છતા કિટ
દસ્તાવેજો• જાતિનું પ્રમાણપત્ર
• આવકનું પ્રમાણપત્ર
• રહેઠાણનો પુરાવો
• આધાર કાર્ડ
• બેંક પાસબુક
• શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
અરજી પ્રક્રિયા• નજીકની આશ્રમ શાળા/આદિજાતિ વિકાસ કચેરીમાં અરજી કરવી
• ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી શકાય છે
• જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવા
અભ્યાસક્રમ• નિયમિત શાળાકીય અભ્યાસક્રમ
• વ્યવસાયિક તાલીમ
• જીવન કૌશલ્ય શિક્ષણ
• રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
શિક્ષણનું માધ્યમગુજરાતી/સ્થાનિક ભાષા
સંપર્ક• જિલ્લા આદિજાતિ વિકાસ અધિકારી
• આશ્રમ શાળાના આચાર્ય
• ટોલ ફ્રી નંબર: (સંબંધિત વિભાગનો)
વિશેષ સુવિધાઓ• આરોગ્ય તપાસ
• કાઉન્સેલિંગ
• સુરક્ષિત આવાસ
• 24×7 દેખરેખ
યોજનાનો ઉદ્દેશ• આદિજાતિ કન્યાઓમાં શિક્ષણનું સ્તર વધારવું
• શાળા છોડવાનું પ્રમાણ ઘટાડવું
• સામાજિક-આર્થિક વિકાસ
• સશક્તિકરણ
પાત્રતાના માપદંડ• આદિજાતિ સમુદાયની કન્યા
• નિર્ધારિત ઉંમર જૂથ
• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા
• ગુજરાત રાજ્યના નિવાસી

કન્યા નિવાસી શાળા યોજનાનો મુખ્ય હેતુ

ગામડા તથા દૂર દૂરના અંતરિયાળ વિસ્તારોમાં રહેતી બાળકીઓ શિક્ષણ લઇ શકતી નથી. જો કે, આજના સમયમાં શિક્ષણ વિના રહેવું ખુબ જ મુશ્કેલ છે. તેથી સમાજ કલ્યાણને ધ્યાનમાં રાખતા આ યોજનનું નિર્માણ થયું છે.

યોજનાના નામ પ્રમાણે કન્યા નિવાસી શાળા એટલે કે બાળકીઓ જ્યાં રહેઠાણ મેળવીને શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે પ્રકારી આ શાળાઓ હોય છે. જેમની કામગરી ખુબ જ સારી અને ઉત્તમ કક્ષાની હોય છે, તેથી અહીં આવતા બાળકોને વાતાવરણ અનુકૂળ લાગે છે.

અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજનાની પાત્રતા

જો કે આવી શાળાઓમાં શિક્ષણ મેળવવા માટે અમુક ચોક્કસ યોગ્યતા માપદંડ બાળકીમાં હોવા જરૂરી છે. તેના કારણે જ તેઓ અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજનાનો લાભ લેવા માટે યોગ્ય છે કે નહીં તે જાણવામાં આવે છે.

જાતિ સંબંધિત

  • અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીની કન્યા
  • માન્ય આદિજાતિ જાતિ પ્રમાણપત્ર ધરાવતી હોવી જરૂરી

ઉંમર સંબંધિત

  • ઉંમર: 6 થી 14 વર્ષની વચ્ચે
  • પ્રવેશ સમયે ઉંમરનો પુરાવો જરૂરી

રહેઠાણ સંબંધિત

  • ગુજરાત રાજ્યના કાયમી નિવાસી
  • અલ્પ સાક્ષરતા ધરાવતા વિસ્તારમાંથી આવતી હોવી જોઈએ
  • રહેઠાણનો પુરાવો આવશ્યક

કુટુંબની આવક

  • વાર્ષિક આવક મર્યાદા નિયત કરેલી રકમથી ઓછી હોવી જોઈએ
  • આવકનું પ્રમાણપત્ર મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી પાસેથી મેળવેલું હોવું જોઈએ

આર્થિક સ્થિતિ

  • આર્થિક રીતે નબળા વર્ગની કન્યાઓને પ્રાથમિકતા
  • BPL કાર્ડ ધારક કુટુંબની કન્યાઓને અગ્રતા

શાળાકીય સ્થિતિ

  • શાળાએ ન જતી કન્યાઓ
  • વચ્ચેથી અભ્યાસ છોડી દીધેલ કન્યાઓ
  • નિયમિત શાળામાં પ્રવેશ ન મેળવી શકેલી કન્યાઓ

શૈક્ષણિક પાત્રતા

  • પ્રાથમિક શિક્ષણ સ્તર સુધીની જાણકારી
  • મૂળભૂત વાંચન-લેખન આવડતું હોવું જરૂરી નથી

વિશેષ કેટેગરી

  • અનાથ કન્યાઓ
  • એકલ વાલીની કન્યાઓ
  • વિકલાંગ માતા-પિતાની કન્યાઓ
  • અતિ પછાત આદિજાતિ સમુદાયની કન્યાઓ

વિસ્તાર આધારિત

  • અતિ પછાત વિસ્તારની કન્યાઓ
  • દુર્ગમ વિસ્તારની કન્યાઓ
  • આદિજાતિ પેટા યોજના વિસ્તારની કન્યાઓ

અલ્પ સાક્ષર બાળકી નિવાસી યોજનાના દસ્તાવેજો

યોજનાની અરજી કરવા માટે સામાન્ય રીતે અમુક ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય છે. આ તમામ ડોક્યુમેન્ટ્સ દ્વારા જ અરજીની તમામ વિધિને પૂર્ણ કરી શકાશે. સાથે જ એ પણ જણાય છે કે લાભાર્થી કોણ છે.

અલ્પ સાક્ષરતા નિવાસી કન્યા યોજનાના તમામ દસ્તાવેજોની જાણકારી નીચે મુજબ આપવામાં આવેલ છે.

મૂળભૂત દસ્તાવેજો

  • જાતિનું પ્રમાણપત્ર
  • જન્મનો દાખલો/ઉંમરનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો
  • આવકનું પ્રમાણપત્ર

અન્ય દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • રેશન કાર્ડ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજનાના લાભ

આવી શાળાઓમાં અભ્યાસ કરતી પુત્રીઓના સ્વાસ્થ્યને લઈને પણ ત્યાંનો સ્ટાફ ઘણો સજાગ હોય છે. તેથી સમય સમય પર અહીં આરોગ્યની તપાસ પણ કરવામાં આવે છે. કોઈને કંઈ બીમારી હોય તો તાત્કાલિક ધોરણે ઈલાજ કરવામાં આવે છે.

આ શાળાઓની સુવિધાઓનો લાભ નચે અમે સવિસ્તાર સ્વરૂપે દર્શાવ્યો છે.

નિ:શુલ્ક શિક્ષણ

  • ધોરણ 1 થી 8 સુધી સંપૂર્ણ મફત શિક્ષણ
  • ગુણવત્તાસભર શિક્ષણ
  • અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન

શૈક્ષણિક સામગ્રી

  • પાઠ્યપુસ્તકો મફત
  • નોટબુક અને લેખન સામગ્રી
  • શૈક્ષણિક કિટ
  • અભ્યાસ માટે જરૂરી તમામ સાધનો

નિવાસી સુવિધાઓ

  • સુરક્ષિત છાત્રાલય
  • 24×7 મહિલા વૉર્ડન
  • સ્વચ્છ રહેઠાણ
  • પલંગ અને ગાદલા
  • કબાટ સુવિધા

ભોજન સુવિધા

  • સવાર-સાંજ તાજું ભોજન
  • પૌષ્ટિક નાસ્તો
  • શુદ્ધ પીવાનું પાણી
  • વિશેષ તહેવારનું ભોજન

વ્યક્તિગત સુવિધાઓ

  • યુનિફોર્મ (2 જોડી)
  • સ્વચ્છતા કિટ
  • વ્યક્તિગત સુરક્ષા સામગ્રી
  • માસિક ધર્મની સુવિધા

આરોગ્ય સંબંધિત લાભો

  • નિયમિત આરોગ્ય તપાસ
  • પ્રાથમિક સારવાર સુવિધા
  • આરોગ્ય શિક્ષણ
  • યોગ અને વ્યાયામ

કૌશલ્ય વિકાસ

  • કમ્પ્યૂટર શિક્ષણ
  • વ્યવસાયિક તાલીમ
  • જીવન કૌશલ્ય તાલીમ
  • સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

નાણાકીય લાભો

  • માસિક સ્ટાઇપેન્ડ
  • પરીક્ષા ફી માફી
  • પુસ્તક સહાય
  • પ્રવાસ ભથ્થું

કૅરિયર માર્ગદર્શન

  • વ્યક્તિગત કાઉન્સેલિંગ
  • કૅરિયર માર્ગદર્શન
  • આગળના અભ્યાસ માટે માર્ગદર્શન
  • રોજગાર માહિતી

વાલી સહભાગિતા

  • નિયમિત વાલી મીટિંગ
  • શૈક્ષણિક માર્ગદર્શન
  • કન્યાના વિકાસની માહિતી
  • સમસ્યા નિવારણ

સામાજિક સુરક્ષા

  • 24 કલાક સુરક્ષા વ્યવસ્થા
  • સીસીટીવી કેમેરા
  • મહિલા સુરક્ષા કર્મચારીઓ
  • કટોકટી સંપર્ક નંબર

પ્રધાનમંત્રી વિદ્યા સાધના યોજના

કન્યા નિવાસી શાળા યોજનાની અરજી પ્રક્રિયા

રાજ્યનો સાક્ષરતા આંક વધારવાના એક ઉત્તમ પ્રયાસ રૂપે શરૂ થયેલી આ યોજના ખુબ જ લાભ રૂપી છે. આ યોજના અંગેની અરજી પ્રક્રિયા સામાન્ય અને અત્યંત સરળ છે. તેથી અનેક લોકો આમાં અરજી કરી શકે છે.

આ કલ્યાણ લક્ષી યોજના વિશેની તમામ અરજી પ્રક્રિયાને અમે અહીં સરળ શબ્દોમાં પ્રદર્શિત કરી છે.

  • સૌ પ્રથમ, ઇચ્છુક કન્યા વિદ્યાર્થીઓએ તેમના સ્થાનિક શિક્ષણ અધિકારી કચેરીમાં સંપર્ક કરવો પડશે, જ્યાં તેઓ યોજનાની વિગતવાર માહિતી મેળવી શકશે.
  • અરજદારે યોગ્ય પાત્રતા ધરાવતી કન્યાઓ માટે નક્કી કરવામાં આવેલ ફોર્મ ભરવાનો રહેશે, જેમાં તેઓના વ્યક્તિગત અને પારિવારિક વિગતો દર્શાવવી પડશે.
  • આવશ્યક દસ્તાવેજો જેવા કે આવક પ્રમાણપત્ર, વય પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ વગેરે સાથે જોડવા પડશે.
  • વધુ ચકાસણી માટે, સ્થાનિક સ્તરે એક સમિતિ અરજીઓની સમીક્ષા કરશે, જે પાત્રતા, પારિવારિક આવક, અને શૈક્ષણિક પાર્શ્વભૂમિ તપાસશે.
  • પાત્ર ઠરેલ કન્યાઓને ત્યારપછી રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત નિયમોનુસાર નિવાસી શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
  • અંતિમ પસંદગી પરિણામ ઓનલાઈન વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે, અને પસંદ થયેલ ઉમેદવારોને ટપાલ/SMS/ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.

અલ્પ સાક્ષર કન્યા નિવાસી યોજના વિશે

અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના ગુજરાત સરકારની એક મહત્વ પૂર્ણ શૈક્ષણિક પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યંત પછાત અને ગરીબ પરિવારોની કન્યાઓને સમાન શૈક્ષણિક તકો પ્રદાન કરવાનો છે.

આ યોજના જિલ્લા કક્ષાએ ચાલતી નિવાસી શાળાઓમાં અલ્પ સાક્ષર પરિવારોની કન્યાઓને મફત આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શિક્ષણ, ભોજન, રહેઠાણ, ગણવેશ, પાઠ્યપુસ્તકો, અને અન્ય નિઃશુલ્ક સુવિધાઓ પૂરી પાડે છે.

આ યોજના મુખ્યત્વે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં રહેતી અને અત્યંત નબળી આર્થિક પરિસ્થિતિમાં જીવતી કન્યાઓને લક્ષ્ય બનાવે છે. તેનો મૂળ ઉદ્દેશ્ય છે સામાજિક સમાનતા, લૈંગિક સમાનતા, અને શૈક્ષણિક સશક્તિકરણને બઢાવો આપવાનો છે.

યોજનાના મુખ્ય ઘટકોમાં નિઃશુલ્ક શૈક્ષણિક સાધનો, સંપૂર્ણ ભોજન, સુરક્ષિત રહેઠાણ, મેડિકલ સુવિધાઓ, મનોરંજન અને ખેલકૂદ, કૌશલ્ય વિકાસ તાલીમ, અને વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને વ્યાવસાયિક અને ટેક્નિકલ કૌશલ્યોમાં પણ તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે.

યોજના અંગેની મહત્વની જાણકારી

શિક્ષણની સાથે સાથે બાળકોને અહીં અન્ય પણ ઘણા ક્ષેત્રોને લગતી તાલીમ આપવામાં આવે છે. સાથે જ રમત ગમત જેવી પ્રવૃતિઓ પણ કરાવાય છે. વિદ્યાર્થીઓને એક મહિનામાં રૂપિયા 100 જેટલી રકમ સ્ટાઇપેન્ડ સ્વરૂપે અપાય છે.

આદિજાતિ તથા આદિવાસી પ્રજાતિઓની કન્યાઓ આ યોજના માટે બિલકુલ યોગ્ય ગણાય છે. તેમના સમાજનો સાક્ષરતા દર વધે તે માટે સરકાર દ્વારા કરવામાં આવતો આ એક ઉત્તમ પ્રયાસ છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ભણવાની સાથે સાથે અહીં કરાવવામાં આવતી અન્ય પ્રવૃતિઓના કારણે વિદ્યાર્થીનીઓ માનસિક અને શારીરિક ધોરણે વધારે કેળવાય છે. જેથી આવી શાળાઓ ના ફક્ત શિક્ષણ ક્ષેત્રે પણ અન્ય ક્ષેત્રો માટે પણ લાભ રૂપ છે.

સવાલ જવાબ (FAQ)

દરેક પ્રકારની સરકાર દ્વારા સંચાલિત થતી યોજનાઓની જેમ જ અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજનાને લઈને પણ લોકોમાં અનેક સવાલ છે. આમાંથી મૂળભૂત સવાલોના જવાબ અહીં દર્શિત કરવામાં આવ્યા છે.

(1) અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના શું છે તેની પુરી માહિતી આપો?

રાજ્યની સરકાર દ્વારા સંચાલિત થતી લાભકારી સ્કિમોમાંથી એક છે અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના. જેના થકી સાક્ષરતા દર વધારવાનો એક ઉત્તમ પ્રયાસ છે.

(2) આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે અંતરિયાળ વર્ગની કન્યાઓને પણ સારું શિક્ષણ પ્રાપ્ત થઇ શકે.

(3) આવી શાળાઓ ક્યાં વધારે જોવા મળતી હોય છે?

અલ્પ સાક્ષરતા બાળકી નિવાસી શાળા યોજના વાળી શાળાઓ ગ્રામીણ તથા શહેરી બંને વિસ્તારોમાં જોવા મળતી હોય છે.

આશા કરુ છુ અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજનાની પુરી જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પણ જરૂર પહોંચાડવા વિનંતી.

We will be happy to hear your thoughts

Leave a reply

Vahali Dikri
Logo